Confidence..Happiness..NIB
એન.આઈ.બી. સ્કૂલનો હંમેશા એ પ્રયાસ રહે છે કે તેમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીમાં એક આત્મવિશ્વાસ ઉભો થાય જે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવામાં સૌથી જરૂરી બાબત છે અને આ આત્મવિશ્વાસ ત્યારે જ ઉભો થઇ શકે કે જયારે સ્કૂલમાં એ પ્રકારનું વાતાવરણ હોય..એ માટે એન.આઈ.બી.એ એક 'student-friendly' વાતાવરણ ઉભું કર્યું છે કે જ્યાં કોઈ પણ વિદ્યાર્થી કમ્ફર્ટેબલ ફિલ કરી શકે..વિદ્યાર્થી ખુશ રહે અને સહેજ પણ મુંઝવણ ના અનુભવે એવો એન.આઈ.બી. નો પહેલો પ્રયાસ હોય છે.
Care.. Hardwork.. Result
કેમ કે એન.આઈ.બી. એક સાયન્સ સ્કૂલ છે એટલે અંતમાં તો રીઝલ્ટ જ મહત્વનું હોય છે.. એટલે વિદ્યાર્થી ની ક્ષમતાનુસાર શ્રેષ્ઠ પરિણામ બનાવવું એજ એન.આઈ.બી. નો ધ્યેય હોય છે..અને વિદ્યાર્થીનું મહત્તમ પરિણામ ત્યારેજ મળે જયારે શિક્ષક ને વિદ્યાર્થીનો પુરેપુરો સહકાર હોય અને એ માટે વિદ્યાર્થીને એ અહેસાસ કરાવવું અત્યંત અગત્યનું હોય છે કે આ બધી મહેનત તેમના માટે છે અને આ, વિદ્યાર્થી ત્યારેજ સમજી શકે જ્યારે તેની કાળજી(કેર) રાખવામાં આવે. અને આજ એન.આઈ.બી. ની એક ઓળખ બની ચુકી છે કે કોઈ પણ વિદ્યાર્થીને સ્કૂલ પૂરી થયા પછી એન. આઈ.બી. સૌથી વધારે યાદ આવે છે. અને એક વાર જયારે વિદ્યાર્થી તમારો થઇ જાય પછી તમે ધારો એટલી મહેનત કરાવી શકો છો.. અને આખરે આ બધાનો નીચોડ એક અવિશ્વસનીય પરિણામ ના રૂપમાં દેખાય છે.