ધો.11-12 સાયન્સ
ધોરણ-11,12 મા હાલમા ચાલતી સિમેસ્ટર પધ્ધતિ નાબુદ કરવાનો રાજ્ય સરકારે મહત્વપુર્ણ નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી છે.
જેમા ધોરણ-10 અને ધોરણ-12ની વાર્ષિક પરીક્ષા ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેશે.
ધોરણ-11ની અને ધોરણ-12ના પ્રથમ સિમેસ્ટેર ની પરીક્ષા જે તે શાળા દ્વારા લેવામા આવશે.
પરુંતુ ધોરણ-12 ના ચાલુ સત્ર ની પરીક્ષા સિમેસ્ટેર પધ્ધતિ થી લેવામા આવશે જે નીચે મુજબ છે.
ધોરણ-11 અને ધોરણ-12 મા કુલ ચાર સેમેસ્ટર આવે છે, જેમા પ્રથમ અને તૃતિય સિમેસ્ટરમા 100 ગુણના MCQS આવે છે.અને દ્વિતિય અને ચોથા સેમેસ્ટરમા 50 ગુણ થીયરી અને 50 ગુણ MCQS આવે છે.
ચારેય સેમેસ્ટર ના અંતે જે મેરીટ બને છે તેના આધારે તેમની આગળ પ્રવેશ કાર્યવાહી થાય છે.
વિદ્યાર્થીએ પાસ થવા માટે ચાર સેમેસ્ટરના અંતમાં દરેક વિષયમાં 132 ગુણ થવા જરૂરી હોય છે... જો કોઈ વિદ્યાર્થી ના કોઈ વિષય માં 132 થી ઓછા ગુણ થાય છે તો તેવા વિદ્યાર્થી એ જુલાઈ માં લેવાતી રીમીડીયલ એક્ઝામ આપવાની હોય છે.
ગ્રુપ-B ના વિદ્યાર્થીઓ એ મેડીકલ-પેરામેડીકલ માં એડમીશન માટે 'નીટ' ની એક્ઝામ આપવાની હોય છે.અને ફાર્મસી, એગ્રીકલ્ચર કે વેટરનરીમા 'ગુજકેટ' ની એકઝામ આપવાની હોય છે.
જયારે ગ્રુપ-Aના વિદ્યાર્થીઓ એ એન્જીનીયરીંગ માં એડમીશન માટે ગુજકેટ એક્ઝામ આપવાની હોય છે... જેના બાદ એડમીશન માટે ચારેય સેમેસ્ટર ના મેળવેલ ગુણ ના 60% અને JEE-Main ના 40% ના આધારે ગુજરાત રાજ્યની એન્જીનીયરીંગ કોલેજ માં એડમીશન મળી શકશે. જયારે NIT અથવા રાજ્ય બહારની કોલેજ માં એડમીશન માટે 60% JEE-Main અને 40% સ્ટેટ બોર્ડ ના ગુણ ના આધારે મેરીટ બનશે.