LATEST: NIOS 2020 EXAM IS POSTPONED. For latest update visit: https://sdmis.nios.ac.in
NIOS - National Institute of Open Schooling FAQs
1. એન.આઈ.ઓ.એસ.(NIOS) શું છે?
- એન.આઈ.ઓ.એસ. એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલીંગ, જેમાં ધો.૧૦ અને ધો.૧૨ની ઘરે બેઠાં તૈયારી કરી પરીક્ષા આપી શકાય.
2. એન.આઈ.ઓ.એસ. (NIOS) સરકાર માન્ય છે ?
- હા. એન.આઈ.ઓ.એસ.(NIOS) એ MHRD એટલે કે માનવ સંશાધન મંત્રાલય દ્વારા ચલાવાતું બોર્ડ છે. MHRD, એન.આઈ.ઓ.એસ.(NIOS) સિવાય CBSE, કેન્દ્રિય વિધ્યાલય સંસ્થાન તેમજ NCERTનું સંચાલન કરે છે. આમ એન.આઈ.ઓ.એસ એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતું બોર્ડ છે.
3. એન.આઈ.ઓ.એસ.(NIOS) કેટલા વર્ષથી ચાલે છે?
- છેલ્લા ૩૦ વર્ષથી
4. શું ધો.૧૦ અને ધો.૧૨માં નપાસ થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે?
- હા. કેમ નહિ! ધો.૧૦ કે ધો.૧૨માં ગમે તેટલી વાર ટ્રાય કરી નપાસ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે.
5. હું કદી શાળાએ નથી ગયેલ તો શું હું ધો.૧૦ ની પરીક્ષા આપી શકું?
- હા. ૧૪ વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઇ પણ વ્યક્તિ પરીક્ષા આપી શકે.
6. એન.આઈ.ઓ.એસ.(NIOS) માં પરીક્ષા પાસ કરી આગળ અભ્યાસ માટે કાેઈ પણ કોલેજમાં પ્રવેશ મળી શકે ?
- હા. આગળ અભ્યાસ માટે કોઈપણ સરકારી કે સેલ્ફ ફાયનાન્સ્ડ ડિગ્રી કે ડિપ્લોમા કોલેજ કે આઈટીઆઈમાં પ્રવેશ મેળવી શકો છો.
7. સરકારી ભરતી કે સરકારી નોકરીમાં એન.આઈ.ઓ.એસ.(NIOS) નું પ્રમાણપત્ર માન્ય ગણાય?
- હા, એન.આઈ.ઓ.એસ.નું પ્રમાણપત્ર બધેજ માન્ય છે. તમે કોઈપણ સરકારી ભરતી કે પ્રમોશન માટે એન.આઈ.ઓ.એસ.નુ પ્રમાણપત્ર રજુ કરી શકો છો.
8. મારે વિદેશ અભ્યાસ માટે જવું છે તો એન.આઈ.ઓ.એસ.(NIOS)નું પ્રમાણપત્ર માન્ય ગણાશે?
- હા, આગળ જણાવ્યું એમ એન.આઈ.ઓ.એસ.(NIOS)નું પ્રમાણપત્ર બધે જ માન્ય છે.
9. ધો.૧૨ સાયન્સમાં પ્રવેશ મેળવી શું હું નીટ(NEET), ગુજકેટ, જી(JEE)ની પરીક્ષા આપી શકું?
- હા, ચાેક્કસ. ધો.૧૨ સાયન્સ એન.આઈ.ઓ.એસ.(NIOS)માં પાસ કરી JEE & NEET માં ગુણ મેળવી તેના આધારે તમે જે-તે મેડીકલ, પેરામેડીકલ, એગ્રીકલ્ચર એન્જિનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો.
10. એન.આઈ.ઓ.એસ.(NIOS)માં ધો.૧૦ કે ૧૨ (આર્ટસ્ , કોમર્સ કે સાયન્સ)માં પ્રવેશ મેળવવા શું કરવું?
- ધો, ૧૦ કે ૧૨ (આર્ટસ્ , કોમર્સ કે સાયન્સ) એન.આઈ.ઓ.એસ (NIOS)માં પ્રવેશ માટે 9662460100 નંબર પર કોલ કરો અથવા નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરો:
સ્થળ : એન.આઈ.બી. સ્કૂલઓફ સાયન્સ, પાલનપુર
લક્ષ્મીપુરા, કિસાન ઓઈલ મીલની બાજુમાં, અમદાવાદ હાઈવે, પાલનપુર
Location : https://goo.gl/maps/TPBDLyyrbdvhxNDm6