LATEST: NIOS 2020 EXAM IS POSTPONED. For latest update visit: https://sdmis.nios.ac.in
NIOS - National Institute of Open Schooling FAQs
-
એન.આઈ.ઓ.એસ.(NIOS) શું છે?
એન.આઈ.ઓ.એસ. એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલીંગ, જેમાં ધો.૧૦ અને ધો.૧૨ની ધરે બેઠાં તૈયારી કરી પરીક્ષા આપી શકાય.
-
એન.આઈ.ઓ.એસ. (NIOS) સરકાર માન્ય છે?
હા. એન.આઈ.ઓ.એસ.(NIOS) એ MHRD એટલે કે માનવ સંશાધન મંત્રાલય દ્વારા ચલાવાતું બોર્ડ છે. MHRD, એન.આઈ.ઓ.એસ.(NIOS) સિવાય CBSE, કેન્દ્રિય વિધ્યાલય સંસ્થાન તેમજ NCERTનું સંચાલન કરે છે. આમ એન.આઈ.ઓ.એસ.(NIOS)એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતું બોર્ડ છે.
3. એન.આઈ.ઓ.એસ.(NIOS) કેટલા વર્ષથી ચાલે છે?
છેલ્લા ૩૦ વર્ષથી
શું ધો.૧૦ અને ધો.૧૨માં નપાસ થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે?
હા. કેમ નહિ! ધો.૧૦ કે ધો.૧૨માં ગમે તેટલી વાર ટ્રાય કરી નપાસ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે.
હું કદી શાળાએ નથી ગયેલ તો શું હું ધો.૧૦ની પરીક્ષા આપી શકું?
હા. ૧૪ વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઇ પણ વ્યક્તિ પરીક્ષા આપી શકે.
એન.આઈ.ઓ.એસ.(NIOS) માં પરીક્ષા પાસ કરી આગળ અભ્યાસ માટે કાેઈ પણ કોલેજમાં પ્રવેશ મળી શકે?
હા. આગળ અભ્યાસ માટે કોઈપણ સરકારી કે સેલ્ફ ફાયનાન્સ્ડ ડિગ્રી કે ડિપ્લોમા કોલેજ કે આઈટીઆઈમાં પ્રવેશ મેળવી શકો છો.
સરકારી ભરતી કે સરકારી નોકરીમાં એન.આઈ.ઓ.એસ.(NIOS) નું પ્રમાણપત્ર માન્ય ગણાય?
હા. એન.આઈ.ઓ.એસ.નું પ્રમાણપત્ર બધેજ માન્ય છે. તમે કોઈપણ સરકારી ભરતી કે પ્રમોશન માટે એન.આઈ.ઓ.એસ.નુ પ્રમાણપત્ર રજુ કરી શકો છો.
મારે વિદેશ અભ્યાસ માટે જવું છે તો એન.આઈ.ઓ.એસ.(NIOS)નું પ્રમાણપત્ર માન્ય ગણાશે?
હા. આગળ જણાવ્યું એમ એન.આઈ.ઓ.એસ.(NIOS)નું પ્રમાણપત્ર બધેજ માન્ય છે.
ધો.૧૨ સાયન્સમાં પ્રવેશ મેળવી શું હું નીટ(NEET), ગુજકેટ, જી(JEE)ની પરીક્ષા આપી શકું?
હા ચાેક્કસ. ધો.૧૨ સાયન્સ એન.આઈ.ઓ.એસ.(NIOS)માં પાસ કરી JEE & NEET માં ગુણ મેળવી તેના આધારે તમે જે-તે મેડીકલ, પેરામેડીકલ, એગ્રીકલ્ચર એન્જિનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો.
એન.આઈ.ઓ.એસ.(NIOS)માં ધો.૧૦ કે ૧૨ (આર્ટસ્ , કોમર્સ કે સાયન્સ)માં પ્રવેશ મેળવવા શું કરવું?
ધો.૧૦ કે ૧૨ (આર્ટસ્ , કોમર્સ કે સાયન્સ) એન.આઈ.ઓ.એસ (NIOS)માં પ્રવેશ માટે 9662460100 નંબર પર કોલ કરો અથવા નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરો:
એન.આઈ.બી. સ્કૂલ, પાલનપુર NIB SCHOOL OF SCIENCE,PALANPUR
લક્ષ્મીપુરા, કિસાન ઓઈલ મીલની બાજુમાં, અમદાવાદ હાઈવે, પાલનપુર