Career Guide

ધો. 10 પછી સાયન્સમાં કારકિર્દી..     by ANKIT THAKOR (Director of NIB school, Palanpur)

 

..એવા વિદ્યાર્થીઓ માટે કે જેમને સાયન્સને લગતા ક્ષેત્રોમાં કરિયર બનાવવી છે. 

 

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે..

 

ધો.૧૦માંથી પાસ થનાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ અને કલાસીસ ના બહુજ ઓપ્સન્સ હોય છે..તમને જે અનુકુળ પડે તે સ્કૂલ કે ક્લાસની પસંદગી કરવી તે સાયન્સ માટે સૌથી અગત્યનો નિર્ણય હોય છે. અને યાદ રાખો કે એકવાર સ્કૂલ કે ક્લાસ પસંદ કર્યા પછી તમારે એમાં વિશ્વાસ મૂકી સમર્પિત થઇ જવાનું છે એટલે ખુબજ ધ્યાનપૂર્વક તમને જ્યાં ગમે અથવા તો અનુકુળ આવે ત્યાં એડમીશન નક્કી કરો. અને યાદ રાખો કે તમે જે સીસ્ટમથી અત્યાર સુધી ભણ્યા એના કરતા સાયન્સ, ખુબજ મહેનત અને તમારુ 100% ડેડીકેશન માંગી લેશે. અને સાયન્સમાં 'સ્કૂલ+ટ્યુશન' ..એ કન્સેપ્ટ થી તો નહિજ ચાલે. કેમ કે સેમેસ્ટર સીસ્ટમ હોવાના લીધે વાંચવાનો અને પ્રેક્ટીસ નો વધુમાં વધુ સમય મળે એ સૌથી જરૂરી છે એટલે આ બાબતને સહેજ પણ નજરઅંદાજ કર્યા વિના કે ઓવર કોફ્યુંડંસ માં આવ્યા વિના.. કા તો સ્કૂલ અથવા કલાસીસની યોગ્ય પસંદગી કરીજ લેવી. યાદ રાખો કે..એક સ્પષ્ટ માનસિકતા જ તમને સાયન્સ માં સફળતા અપાવશે..

 

હવે રહી વાત ગ્રુપ સિલેકશનની.. તો એનો નિર્ણય તમારેજ કરવાનો છે.. કોઈની દેખાદેખીમાં કે કોઈના કહેવામાં આવ્યા સિવાય તમારે ગ્રુપ A રાખવું કે ગ્રુપ B એ નક્કી કરવાનું છે... યાદ રાખો કે હવેના તમારા નિર્ણય તમરી કાયમી ઓળખ બનાવશે.. જેમકે જયારે તમે ગ્રુપ A સિલેક્ટ કરો છો ત્યારે એટલું નક્કી થઇ જાય છે કે તમે હવે ભવિષ્યમાં એન્જીનીયર તરીકે ઓળખાશો અથવા શિક્ષક તરીકે... ડોક્ટર કે એગ્રીકલ્ચર કે બાયોલોજી ને લગતા તમામ ફિલ્ડમાટે ના રસ્તા તમારા 'A ગ્રુપ' ના સિલેકશનની સાથેજ ક્લોઝ થઇ ગયા. એજ રીતે 'ગ્રુપ B' ના સિલેકશન ની સાથે એ નક્કી થઇ ગયું કે તમે ભવિષ્ય માં ડોક્ટર કે શિક્ષક કે એગ્રીકલ્ચર ઓફિસર કે વેટરનરી ડોક્ટર કે બાયોટેક ફિલ્ડના કોઈ ઓફિસર તરીકે ઓળખશો. ..એટલે કે ગ્રુપ સિલેકટ કરવાની સાથે તમે તમારી ઓળખ નક્કી કરી લેશો..અને કેમ કે આ તમારી ઓળખની સાથે સાથે તમારા જીવનનું કાર્યક્ષેત્ર બની રહેશે તો એ અત્યંત જરૂરી છે કે.. એ તમારું ગમતું કાર્યક્ષેત્ર હોય.. કે જેમાં તમને કામ કરવું.. એના વિશે સતત વિચાર્યા કરવું.. ખુબજ ગમે..  ..તો તમને જે ફિલ્ડ માં કારકિર્દી બનાવવાની ઈચ્છા હોય એનેજ લગતું ગ્રુપ સિલેક્ટ કરવું. ..અને હા બને ત્યાં સુધી ગ્રુપ A કે ગ્રુપ B માંથી કોઈ એક સિલેક્ટ કરી લેવું.. 'ગ્રુપ AB', મારા મત અનુસાર ડબલ મહેનત માંગી લેશે...એટલી મહેનત જો તમે કોઈ એક ગ્રુપને પહેલેથી સિલેક્ટ કરી કરશો તો તમને સારી કોલેજ મેળવવી સરળ પડશે. કેમ કે ગ્રુપ સિલેક્ટકર્યા બાદ, તેમાં મેહનત કરી, બેસ્ટ કોલેજ માં એડમીશન મેળવવું એજ તમારું લક્ષ્ય રેહશે.

 

ધો. 11-12 સાયન્સ અને તેના બાદ લેવાતી એન્ટ્રન્સ એક્ઝામની માહિતી Introduction, GUJCET(ફોર ગ્રુપ B), JEE-Main(ફોર ગ્રુપ A), JEE-Advanced માં આપેલી છે તે જોઈ લેશો..

 

બોર્ડના પરિણામો બાદ પ્રવેશ માટે મહત્વની વેબસાઈટસ:

Important websites for Admissions After HSC Results:

 

1. અન્જીનીયરીંગ (ડીગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડીપ્લોમા ટૂ ડીગ્રી,), આર્કીટેક્ચર, હોટલ અને ટુરીઝમ મેનેજમેન્ટ, ફાર્મસી (ડીગ્રી ટૂ ડીપ્લોમા), મેનેજમેન્ટ (MBA)માં પ્રવેશ માટે અને ગયા વર્ષનું કટ ઓફ મેરીટ જાણવા માટે વેબસાઈટ:

http://www.jacpcldce.ac.in 

ઉપર દર્શાવેલ કેટેગરી પૈકી કોઈમાં પણ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.:

http://www.gujacpc.nic.in 

 

 

2. મેડીકલ, ડેન્ટલ, ફીઝીઓથેરાપી, નર્સિંગ, આયુર્વેદિક, હોમીઓપેથી, ઓપ્ટોમેટરી, ઓર્થોટીક્સ, ઓડીયોલોજી, નેચરોપેથી વગેરે અભ્યાસક્રમ માં પ્રવેશ માટે અને ગયા વર્ષનું કટ ઓફ મેરીટ જાણવા માટે વેબસાઈટ:

http://www.medadmbjmc.in

 

3. કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો માં એડમિશન માટે:

 http://www.gsauca.in

 

4. આર્કીટેક્ચર માં એડમીશન માટે:

   http://nata.in   

 

 

5. PDPU યુનિવર્સીટી માં B.Tech(Mech. Civil. Electrical. Industrial. Petrolium. Chemical.) અભ્યાસક્રમોમાં એડમિશન માટે  ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જુન ૨૫,૨૦૧૫ સુધી ચાલુ છે.

 સીટ્સ રિઝર્વેશન ક્વોટા : 50% (ACPC/ ગુજરાત સ્ટેટ માટે ) & 50% (ઓલ ઇન્ડિયા કેટેગરી) ઓનલાઇન ફોર્મ માટે: 

 

http://btechadd.pdpu.ac.in/

 

6. NIRMA યુનિવર્સીટીમાં B.Tech અભ્યાસક્રમોમાં એડમિશન  માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.

 સીટ્સ રિઝર્વેશન ક્વોટા : 50% (ACPC/ ગુજરાત સ્ટેટ માટે ) & 35% (ઓલ ઇન્ડિયા કેટેગરી) & 15% (NRI)

 ઓનલાઈન પ્રવેશ માટે:

http://www.nirmauni.ac.in/ITNU/BTECHAdmission

 

7. DHIRUBHAI AMBANI INSTITUTE OF INFORMATION AND COMMUNICATION TECHNOLOGY માં  B.Tech અભ્યાસક્રમોમાં એડમિશન માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.    સીટ્સ રિઝર્વેશન ક્વોટા : 50% (ACPC/ ગુજરાત સ્ટેટ માટે ) & 50% (DA-IICT દ્વારા) 

 ઓનલાઈન પ્રવેશ માટે:

http://admissions.daiict.ac.in/pages/btech.html

 

*ACPC / ગુજરાત સ્ટેટ ક્વોટા માં - 60% સ્ટેટ બોર્ડ + 40% JEE

*ઓલ ઇન્ડિયા ક્વોટામાં મેરીટ કેલ્ક્યુલેશન  - 60% JEE + 40% સ્ટેટ બોર્ડ 

 

Career Chart:

1.

2.

3.

   

4.

5.

                                                   

7.

                                                  

10.

                                                 

12.

                             

14.

                              

16.

                      

18.

 

 

                                           

20.

                                          

22.

                      

25.

.                                             

27.

.

 

Quality Education
About us:
Philosophy
History of the School
Staff Directory
FAQ's
NIB Policies
Messages
Admissions
Contacts
Campus:
Science Lab
Biotech Lab
Smartclass
3D Lab
A.C. Hostel
Science:
Career Guide
NIOS
Introduction
GUJCET-2018
NEET-2018
JEE- MAIN 2018
JEE-Advanced-2018
School Result
Students:
Test
Photo Gallery
Video Gallery
Announcements
News
NIBians
Result
School Calendar